26/09/2025
આજ રોજ઼ તા. 26.09.2025 ના રોજ઼ સુરત મહાનગર પાલિકા ના વિવિધ અર્બન હેલ્થ સેન્ટર ખાતે તેમના વિસ્તાર ના ટીબી ના દર્દી ઓને સીટી ટીબી ઓફિસર શ્રી ડો. ભાવિન પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠણ સુરત મહાનગર પાલિકા-એનટીઈપી (ટીબી)ની ટીમ દ્વારા લાયન્સ ક્લબ ના માધ્યમ થી ન્યુટ્રીશન કીટ આપવામાં આવેલ.
26/09/2025
Sardar Vallabbhai National institute of technology university (SVNIT UNIVERSITY) Surat- meeting with NSS officer Dr. Bade Mukund regarding Nikshay Mitra Initiative
25/09/2025
આજરોજ તા.25-09-25 ના રોજ઼ સુરત મહાનગર પાલિકા સંચાલિત ntep કાર્યક્રમ અંતર્ગત હીરાબાગ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સીટી ટીબી ઓફિસરશ્રી ડો. ભાવિન પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ લાયન્સ ક્લબ દ્વારા 30 ટીબી ના દર્દી ઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવેલ.
25/09/2025
આજરોજ ૨૫-૦૯-૨૦૨૫ ના રોજ સુરત મહાનગર પાલિકા સંચાલિત NTEP કાર્યક્રમ અંતર્ગત સીટી ટીબી ઓફિસરશ્રી ડો. ભાવિન પટેલ સાહેબ ના માર્ગદર્શન અનુસાર નિક્ષયમિત્ર પહેલ દ્વારા “ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત ટીબી દર્દીઓને સામાજિક, ભાવનાત્મક તથા પૌષ્ટિક સહયોગ ઉપલબ્ધ કરાવવા જનભાગીદારીને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. આ પહેલમાં રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.) NSS સ્વયંસેવકની સક્રિય ભાગીદારી અપેક્ષિત છે જેથી તેઓ પોતાના વિસ્તારમાંના ટીબી દર્દીઓના "નિક્ષય મિત્ર' બનીને તેમને જરૂરી સહયોગ આપવા પ્રોત્સાહિત કરવા માટે B.R.C.M. College of Business Administration કોલેજના (એન.એસ.એસ.) NSS સ્વયંસેવકોનું નું સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેમાં શ્રી હરદીપસિંગ ખેર કન્સલ્ટન્ટ -ગાંધીનગર , શ્રી નરેન્દ્ર શિરસાઠ- ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ કોઓર્ડીનેટર-એન.ટી.ઈ.પી-એસ.એમ સી તેમજ ટીબી હેલ્થ વીઝીટર હાજર રહેલ હતા.
02/09/2025
આજ રોજ તા. 02/09/2025 ના રોજ, માનનીય આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ડો. ભાવિન પટેલ, સીટી ટીબી ઓફિસરશ્રીએ અડાજણ TU વિસ્તારમાં આવેલા HWC સુડા આવાસ પાલની મુલાકાત લીધી હતી.
વિઝિટ દરમિયાન NTEP કાર્યક્રમ અંતર્ગત ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી. સાથે જ PMMVY, એક્ટિવિટી, VBDC, RCH વગેરે પ્રોગ્રામની માહિતી મેળવીને સંબંધિત સૂચનાઓ આપવામાં આવી.
ત્યાં બાદ MPHW સાથે ફિલ્ડ વિઝિટ કરી મલેરિયા કેસોને દવાઓ પૂરી પાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ અન્ય જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી જેથી તમામ આરોગ્ય કાર્યક્રમો સુચારૂ રીતે અમલમાં આવે.
02/09/2025
પોષણ કીટ વિતરણ
આજ રોજ તા: 02/09/2025, માનનીય આરોગ્ય અધિકારીશ્રી, સુરત મહાનગર પાલિકા ના માર્ગદર્શન હેઠળ તથા સીટી ટીબી અધિકારીના સૂચન અનુસાર,પનાસ ટિયુ ખાતે ટીબી દર્દીઓને પોષણ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ Lions club of Surat Crystal દ્વારા સંકલિત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ટીબીના 22 દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી, જેથી તેઓ સારવાર દરમિયાન સત્વિક અને પોષણયુક્ત આહાર મેળવી શકે.
કાર્યક્રમ દરમ્યાન પાનાસ ટિયુ અને અલ્થાન હેલ્થ સેન્ટરના STS, STLS તથા TBHV ઉપસ્થિત રહ્યા અને દર્દીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું.
29/08/2025
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ:-
આજ રોજ, તા. 29-08-2025 ના રોજ, માનનીય આરોગ્ય અધિકારીશ્રી, સુરત મહાનગર પાલિકા ના માર્ગદર્શન હેઠળ તથા સીટી ટીબી અધિકારીશ્રીના સૂચન અનુસાર ક્ષેત્રપાળ ટી.યુ. ખાતે ડીકેમ આરોગ્ય કેન્દ્ર દ્વારા તૈયબીયા ગર્લ્સ હાઈસ્કૂલ, સુરતમાં ટીબી વિષયક જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન STLS તેમજ TBHV દ્વારા ધોરણ 11 તથા 12 ના વિદ્યાર્થીઓને નીચે મુજબની માહિતી આપવામાં આવી:
ટીબી રોગ શું છે અને તે કેવી રીતે ફેલાય છે
ટીબીના લક્ષણો
ભારતમાં ટીબીનું પ્રમાણ તથા મૃત્યુદર
ટીબી રોગ અટકાવવાના ઉપાયો તથા વિદ્યાર્થીઓનો ફાળો
NPY (નિ-ક્ષય પોષણ યોજના) તથા Cy-TB વિષયક માહિતી
વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં સક્રિય રીતે ભાગ લીધો તથા ટીબી વિષયક મહત્વપૂર્ણ જાણકારી મેળવી.
26/07/2025
આજરોજ તારીખ 25-07-2025 ના રોજ, માનનીય આરોગ્ય અધિકારીશ્રી, સુરત મહાનગર પાલિકા ના માર્ગદર્શન હેઠળ તથા સીટી ટીબી અધિકારીના સૂચન અનુસાર, સરથાણા હેલ્થ સેન્ટર ખાતે Dy. MOH ડૉ. અર્પિત દુધવાલા સાહેબ દ્વારા કુલ 9 ટીબી દર્દીઓને પોષણ કિટ વિતરણ કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન દર્દીઓને ટીબી રોગ અંગે માહિતી આપવામાં આવી તથા પોષણયુક્ત આહારના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. દવાઓ નિયમિત રીતે લેવામાં આવે અને સંપૂર્ણ સારવાર પૂર્ણ થાય તે માટે દર્દીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
22/07/2025
આજ રોજ તારીખ 22/07/2025 ના રોજ, માનનીય આરોગ્ય અધિકારીશ્રી, સુરત મહાનગર પાલિકા ના માર્ગદર્શન હેઠળ તથા સીટી ટીબી અધિકારી શ્રી ડૉ. ભાવિન પટેલના સૂચન અનુસાર, કનકપુર TU હેઠળ આવેલા પારડી હેલ્થ સેન્ટરના ટીબી દર્દીની હોમ વિઝિટ STS દ્વારા MPHW અને આશા વર્કર સાથે મળી યોજવામાં આવી.
હોમ વિઝિટ દરમિયાન દર્દીને પોષણયુક્ત આહાર的重要તા તેમજ દવાઓ નિયમિત લેવા અંગે યોગ્ય કાઉન્સેલિંગ આપવામાં આવ્યું. સાથે સાથે દર્દીના નિવાસસ્થાન અને આસપાસની સોસાયટીમાં MPHW તથા આશા વર્કર દ્વારા ટીબી સંદર્ભે સર્વે કાર્ય પણ કરવામાં આવ્યું.
22/07/2025
તા14/07/2025 ના રોજ, માનનીય આરોગ્ય અધિકારીશ્રી, સુરત મહાનગર પાલિકા ના માર્ગદર્શન હેઠળ તથા સીટી ટીબી અધિકારીશ્રીના સૂચન અનુસાર, ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં આશા બહેનો દ્વારા મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
જૂન 2025 દરમિયાન વિવિધ સેન્ટરો પર આશા વર્કર્સે ટીબી રોગચાળાની ઓળખ, જાગૃતિ અને સારવાર માટે નોંધપાત્ર કામગીરી કરી હતી. આ સેવાઓની નોંધ અને પરિણામને ધ્યાને લેતા, સેન્ટરવાઇઝ શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા વર્કર્સને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેથી તેમના ઉત્સાહમાં વધારો થાય અને તેઓ ભાવિ સમયમાં વધુ સારું કાર્ય કરી શકે.