17/05/2026
T & T. V. Sarvajanik Vidyalaya "Middle School"
The T. & T. V. Sarvajanik Vidyalaya was Established in the Year 1888. And the Promoter of T. & T. Vidhyalaya is of "Sarvajanik Education Society", Surat.
In 1888, with the help of 11 students the School was started. It was situated at the middle of 108 jain temples and running Successfully from last 128 years which was known as “Middle School”. This school has given many well known persons. Our specialties :
Our class rooms are well resourced, well equipped with proper sitting arrangements for students. The teachers are well trained and well exper
17/05/2026
06/05/2026
Admission Open
06/05/2026
Congratulations to all..
24/04/2026
ધોરણ ૯ અને ૧૧ ના વાર્ષિક પરિણામ ઉત્સવ (ઓપન હાઉસ) સંપન્ન
તારીખ: ૨૪ એપ્રિલ, ૨૦૨૬
સ્થળ: ટી.એન્ડ ટી. વી. સાર્વજનિક વિધાલય, ગોપીપુરા, સુરત.
શાળાના શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ ના અંતે ધોરણ ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષાના પરિણામ જાહેર કરવા માટે 'ઓપન હાઉસ'નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિથી વાલીઓને અવગત કરાવવાનો અને આગામી બોર્ડના વર્ષ (ધોરણ ૧૧ અને ૧૨) માટે તેમનું મનોબળ વધારવાનો હતો.
20/04/2026
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત ટી. એન્ડ ટી.વી. સાર્વજનિક વિદ્યાલય ગોપીપુરામાં આજ રોજ શિક્ષણને રસપ્રદ અને આકર્ષીત બનાવવા તથા તૈયાર કરેલ PPT , PDF અને VIDEO ને સ્માર્ટ બોર્ડ દ્વારા ઉપયોગમાં લેવા માટેની એક તાલીમ શાળાના ઉચ્ચ. માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષક શ્રી જગદીશ પરમારના સહયોગથી યોજવામાં આવી હતી.
તાલીમ માટે ના તજજ્ઞ ઉમરીગર શાળાના મદદનીશ શિક્ષક શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા શાળાના માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક તથા શાળાના આચાર્યશ્રીને આપવામાં આવી હતી.
શાળાના વહીવટી સમિતિ અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ સરૈયા સાહેબ શાળાના આચાર્યશ્રીને સદર તાલીમ ની સરાહના કરી હતી. આપણી શાળાના શિક્ષકો શિક્ષણમાં એ.આઈ નો ઉપયોગ કરી શિક્ષણને રસપ્રદ બનાવી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં ઉપયોગી થાય તે માટે શાળાના આચાર્યશ્રી ને અભિનંદન પાઠવ્યા હતાં.
25/03/2026
ચૈત્ર નવરાત્રી મહાઅષ્ટમી નિમિત્તે ભવ્ય હવન અને માતાજીના પૂજનનું આયોજન
ચૈત્ર નવરાત્રી એટલે શક્તિની આરાધનાનો પર્વ. આ નવરાત્રીના આઠમા દિવસે એટલે કે મહાઅષ્ટમી ના પવિત્ર અવસરે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક વિદ્યાલય ના પટાંગણમાં માં હિંગળાજ માતાના સાંનિધ્યમાં શાળા પરિવાર દ્વારા ભવ્ય હવન અને પૂજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને શક્તિમય બની ગયું હતું.
હવન અને પૂજન વિધિ સવારના ૮:૧૦ કલાકે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે હવનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગાયત્રી પરિવારના બહેનો દ્વારા મંત્રોચ્ચાર સાથે વેદીમાં આહુતિઓ આપવામાં આવી હતી.
આ વર્ષે હવનમાં મુખ્ય યજમાન પદે શાળા વહીવટી સમિતિના અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ સરૈયા અને એમના ધર્મપત્ની હેતલબેન સાથે બેસીને પૂજા-અર્ચનાનો લ્હાવો લીધો હતો.
ૐ ભૂર્ભુવઃ સ્વઃ ।
તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ
ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
મંત્ર જાપથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
25/03/2026
વંદે માતરમ ગૌરવ ક્વિઝ' સ્પર્ધાનું ભવ્ય આયોજન
તા.24/03/26ને મંગળવારના રોજ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત ટી એન્ડ ટી.વી. સાર્વજનિક વિદ્યાલય ,ગોપીપુરા, સુરત. શાળામાં વર્લ્ડ રેકોર્ડ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજીત 'વંદે માતરમ ગૌરવ ક્વિઝ' સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીમાં ભારતીય સંસ્કૃતિ, સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ અને રાષ્ટ્રીય મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.
કાર્યક્રમના મુખ્ય મહેમાન ધર્મિષ્ઠા તાહિલરામણી, પ્રહર્ષા મેહતા તથા ચિન્મય ભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય અને 'વંદે માતરમ' ના સમૂહ ગાન સાથે કરવામાં આવી હતી.
સ્પર્ધાના રાઉન્ડ: ક્વિઝમાં કુલ - 3 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં નામો તાપીદાસ, તુલસીદાસ, અને વ્રજદાસ રાખવામાં આવ્યા હતા.
જેમાં પ્રશ્નોત્તરીમાં ભારતનો ઈતિહાસ, ક્રાંતિકારીઓનું બલિદાન, ભારતીય બંધારણ અને વર્તમાન ભારતની સિદ્ધિઓને આવરી લેવામાં આવી હતી. સાથે પ્રેક્ષકોમાંથી ઘણા વિદ્યાર્થીઓએ પ્રશ્નના જવાબ આપ્યા હતા.
સ્પર્ધાના અંતે વિજેતા ટીમોને તથા તમામ ટીમો અને પ્રેક્ષકો માંથી જેમણે સાચો જવાબ આપનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સ્કૂલબેગ અને ખેશ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. નિર્ણાયકોએ સ્પર્ધકોની તૈયારી અને ત્વરિત જવાબ આપવાની ક્ષમતાના ખૂબ વખાણ કર્યા હતા.
મુખ્ય અતિથિ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પોતાના વક્તવ્યમાં આવી સ્પર્ધાઓ માત્ર જ્ઞાન નથી વધારતી, પરંતુ આપણા દેશના ગૌરવશાળી વારસા સાથે આપણને જોડે છે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્યશ્રી કિશોર પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી કનુબેન ચૌધરી અને અંજલિબેન રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના સ્કોરર તરીકે શ્રી હેત્વીબેન પટેલે કામગીરી કરી હતી.
સમગ્ર કાર્યકમ એકેડમી કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ પાનવાળા અને શાળા વહીવટી સમિતિના અધ્યક્ષશ્રી પ્રશાંતભાઈ સરૈયાના નેજા હેઠળ આયોજન કરવામાં આવ્યો. કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ આયોજનથી વિદ્યાર્થીઓ અને પ્રેક્ષકોમાં એક નવો દેશભક્તિનો સંચાર જોવા મળ્યો હતો.
16/03/2026
Fruit decoration
14/03/2026
Sarvajanik Education Society is organizing a “Sports Summer Camp” for students from 15-04-2025 to 31-05-2025. The camp will include games such as Cricket, Football, Basketball, Volleyball, Badminton and Athletics. Students will be allowed to participate in a maximum of two games.
Online Registration Link:--
https://forms.gle/kUZzahicfdmfdBqAA
The registration forms of students participating in the Summer Camp should be submitted to the Society Office by 30-03-2025.
For further information, please contact:
Dr. Amit Patel – 99795 47418
Dr. Nish*th Desai – 90996 57858
Prof. Dilip Patel – 98254 85552
Prof. Dhananjay Yadav-9228716232
Mr. Ketan Solanki- 9825905888
Mr. Deepak Gamit - 9924769275
13/03/2026
ઉડાન પ્રોજેકટ અંતર્ગત આદાણી ગ્રુપ દ્વારા ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક વિદ્યાલય, ગોપીપુરાના વિધાર્થીઓ/ શિક્ષકો શુકવારે પોર્ટ
હજીરાની મુલાકાત
સુરત: શાળાના વિદ્યાર્થીઓને બંદર કામગીરી, દરિયાઈ પ્રવૃત્તિઓ વિશે પ્રત્યક્ષ શિક્ષણના અનુભવો પૂરા પાડવાના પ્રયાસરૂપે, અદાણી ફાઉન્ડેશને તેના મુખ્ય પોર્ટ-એક્સપોઝર પ્રોજેક્ટ 'ઉડાન' કાર્યક્રમ શરૂ કર્યો છે. કાર્યક્રમના ભાગ રૂપે, આદાણી ગ્રુપ દ્વારા ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક વિદ્યાલય, ગોપીપુરાના ૫૫ વિધાર્થીઓ અને ૦૩ શિક્ષકો તા.13/03/26 ને શુકવારે આદાણી પોર્ટ હજીરાની મુલાકાત લીધી. એક્સપોઝર મુલાકાત દરમિયાન, વિદ્યાર્થીઓએ જેટી વિસ્તારનો પ્રવાસ કર્યો, આધુનિક કાર્ગો-હેન્ડલિંગ મશીનરીનું અવલોકન કર્યું અને ઓપરેશનલ પ્રક્રિયાઓને સમજવા માટે અનુભવી બંદર અધિકારીઓ સાથે વાતચીત કરી. તેઓએ દરિયાઈ પરિવહન, આયાત-નિકાસ ચીજવસ્તુઓ અને જહાજ નેવિગેશન સિસ્ટમ્સ વિશે જાણવા માટે મરીન વિભાગની ટીમ સાથે પણ જોડાયા. વિદ્યાર્થીઓ માટે આ ગતિવિધિ જોવાની તક હતી જેણે ભારે ઉત્સાહ અને જિજ્ઞાસા પેદા કરી. શાળાના શિક્ષકોએ જણાવ્યું હતું કે ઉડાન કાર્યક્રમ પાછળની પ્રેરણા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની બાળપણની કંડલા પોર્ટની મુલાકાતથી મળી આવે છે - એક એવી મુલાકાત જેણે રાષ્ટ્ર માટે વિશ્વસ્તરીય બંદરો બનાવવાના તેમના સ્વપ્નને વેગ આપ્યો. આ "ઉડાન દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણના મુખ્ય ક્ષેત્રોમાં વાસ્તવિક દુનિયાનો અનુભવ પ્રદાન કરીને સમાન આકાંક્ષાઓને પ્રોત્સાહન આપવાનો છે. વિદ્યાર્થીઓ માટે બંદર મુલાકાતોની સુવિધા આપવાનું લક્ષ્ય રાખ્યું છે. આ પહેલને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તરફથી ઉત્સાહપૂર્વક પ્રશંસા પ્રાપ્ત થાય છે.
સમગ્ર કાર્યકમ શાળાના આચાર્યશ્રી કિશોરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષિકા બહેનો કનુબેન ,મીનાક્ષીબેન, મનીષાબેન દ્ધારા કરવામાં આવ્યું હતું.
શાળા સમિતિના અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ સરૈયાએ આ શૈક્ષણિક પ્રવાસ માટે શુભેચ્છા પાઠવી હતી.
13/03/2026
પ્લેટિનમ ડોમ દ્વારા 'ચંદ્રયાન* *મિશન' નિદર્શન કાર્યક્રમ
વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને અવકાશ સંશોધન પ્રત્યે અભિરૂચિ જાગે તે હેતુથી પોલાદ કંપનીના સૌજન્ય હેઠળ તા.5/3/26 થી 7/3/26 દરમિયાન આપણી શાળાના ધોરણ 4 થી 12 સમગ્ર વિદ્યાર્થીઓ માટે 'પ્લેટિનમ ડોમ' ના માધ્યમથી એક વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતના ગૌરવ સમાન 'ચંદ્રયાન' શ્રેણીના વિવિધ મિશન (૧ થી ૩) વિશે વિગતવાર વિડિયો નિદર્શન કરવામાં આવ્યું હતું.
ચંદ્રયાન-૧: ડોમની ૩૬૦-ડિગ્રી સ્ક્રીન પર સૌપ્રથમ ભારતનું પ્રથમ ચંદ્ર મિશન બતાવવામાં આવ્યું. ચંદ્ર પર પાણીના અણુઓની શોધમાં આ મિશનનો ફાળો અને પીએસએલવી (PSLV) રોકેટનું લોન્ચિંગ જોઈ વિદ્યાર્થીઓ રોમાંચિત થયા હતા.
ચંદ્રયાન-૨: આ મિશનમાં ઓર્બિટર, લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) ના કાર્યો સમજાવવામાં આવ્યા. લેન્ડિંગ વખતે સર્જાયેલી મુશ્કેલીઓ છતાં ઓર્બિટર હજુ પણ કાર્યરત છે તે જાણી વિદ્યાર્થીઓને શીખવા મળ્યું કે વિજ્ઞાનમાં કોઈ નિષ્ફળતા કાયમી હોતી નથી.
ચંદ્રયાન-૩: આ વિડિયો નિદર્શનનું મુખ્ય આકર્ષણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ભારતનું સફળ સોફ્ટ લેન્ડિંગ હતું. તે ઐતિહાસિક ક્ષણ અને રોવરના સફળ વિચરણના દ્રશ્યો જોઈ સમગ્ર ડોમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.
પ્લેટિનમ ડોમના વિશાળ પડદા અને સાઉન્ડ સિસ્ટમને કારણે વિદ્યાર્થીઓને એવો અનુભવ થયો જાણે તેઓ પોતે જ અવકાશમાં વિહરી રહ્યા હોય. વિડિયો નિદર્શન બાદ એક પ્રશ્નોત્તરી સત્ર પણ રાખવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આજના ડિજિટલ યુગમાં આ પ્રકારના વિઝ્યુઅલ લર્નિંગ દ્વારા વિદ્યાર્થીઓ પુસ્તક કરતાં વધુ ઝડપથી વિજ્ઞાનના જટિલ વિષયો સમજી શક્યા. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાયો અને તેમને દેશની પ્રગતિ પર ગર્વ અનુભવાયો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળા વહીવટી સમિતિ અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ સરૈયા નેજા હેઠળ શાળા આચાર્યશ્રી કિશોર પટેલ પાર પડ્યું હતું.
Click here to claim your Sponsored Listing.
Location
Contact the business
Telephone
Website
Address
Annie Besant Road, Gopipura
Surat
395001
