28/11/2021
સુરત મહાનગર પાલિકા દ્વારા કોવેક્સીન નો બીજો ડોઝ લેનાર દરેક ને ૧૮૦ રુપિયા ની કિંમત નું ખાદ્ય તેલ વિના મુલ્યે આપવામાં આવી રહ્યું છે. પ્રથમ તબ્બકે ૫૦૦૦૦ પેકેટ ની વહેંચણી વહેલ તે પહેલા ધોરણે કરવામાં આવશે..
શહેરીજનો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
આભાર..🙏
26/11/2021
ભા૨તીય જનતા પાર્ટી, ગાંધીનગર મહાનગર અનુસૂચિત જાતિ મો૨ચા દ્વારા આજરોજ "સંવિધાન દિવસ" નિમિત્તે આપણા સમતામૂલક અને ગરિમામય સંવિધાનના સન્માનમાં યોજયેલ "સંવિધાન ગૌરવ યાત્રા"માં ભાજપાના અન્ય વરિષ્ઠ આગવાનો સાથે હાજરી આપી.
25/11/2021
મારા મત વિસ્તાર એવા મજુરા વિધાનસભા ક્ષેત્રના વોર્ડ નંબર-૨૩ ની મુલાકાત લઈ, તે વિસ્તારના લોકોના પ્રશ્નો સાંભળ્યા અને નિરાકરણ માટે સુચનો કરી, જરૂરી મુદ્દાઓ વિશે સવિસ્તાર ચર્ચા કરી.
25/11/2021
યુવાઓમાં ખેલદિલીની ભાવનાને ઉજાગર કરવા સૌપ્રથમ વખત રાજ્ય કક્ષાએ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત નર્સિંગ ક્રિકેટ પ્રીમિયર લીગનો પ્રારંભ કરવામાં આવ્યો. આ સરાહનીય આયોજન નર્સિંગ કર્મચારીઓના ખેલાડીઓમાં કૌશલ્યને વધુ સુદ્રઢ કરવા સાથે રમત-ગમતમાં તેમનો ઉત્સાહને અને જોશ વધારશે.🇮🇳🙏🇮🇳
25/11/2021
વ્હોરા સમાજના ધર્મગુરૂ ડો. સૈયદના સાહેબના ૭૮માં જન્મ દિવસની ઉત્સાહભેર ઉજવણી માં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલ અને મજૂરા વિસ્તારના ધારાસભ્ય અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એ શુભેચ્છા પાઠવી હતી.🇮🇳🙏🇮🇳
25/11/2021
સમગ્ર વિશ્વમાં ડાયમંડ સીટી તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર સુરત મહાનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત નૂતનવર્ષ સ્નેહ મિલન સમારોહ પ્રસંગે કર્મઠ તથા દેવદુર્લભ કાર્યકર્તાઓને મળવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું તેમજ કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહજીનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.અપાર જનમેદનીના સ્નેહસભર સ્વાગત અને પ્રેમ પ્રગટ કરવા બદલ હ્દયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
25/11/2021
સુરત ભાજપા દ્વારા આયોજીત નૂતનવર્ષના સ્નેહમિલનમાં વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી સૌને અભિનંદન પાઠવ્યા.
સુરત એક લધુ ભારત છે જયાં છેલ્લા ૩૧ વર્ષથી તમામ ચૂંટણીઓમાં સુરતની જનતાએ પંચાયતથી પાર્લામેન્ટ સુઘી ભાજપાને જ્વલંત વિજય અપાવી પૂરા દેશ માટે ભાજપા તરફ વિજય-વિકાસનો મેન્ડેટ આપ્યો.
25/11/2021
"જગતમાં મળશે બધું
પણ 'મા' ફરી મળશે નહીં."
જનેતાના મહત્વને ઉજાગર કરવાના સુગમ હેતુસર “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે શ્રી સ્થળ સિદ્ધપુર ખાતે યોજાયેલ 'માતૃવંદના ઉત્સવ - ૨૦૨૧'માં અન્ય વરિષ્ઠ આગેવાનો સાથે હાજરી આપી.
25/11/2021
દાહોદ ખાતે યોજાયેલા નૂતન વર્ષનાં સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી.
સર્વ કાર્યકર્તાશ્રીઓને જીલ્લા પંચાયતની ચૂંટણીમાં સંગઠનનાં અભૂતપૂર્વ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા.
આ સમારોહમાં પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, પ્રદેશ મંત્રી શ્રીમતી કૈલાશબેન પરમાર, જિલ્લા પ્રમુખ શ્રી શંકરભાઈ અમલીયાર, જિલ્લા પ્રભારી શ્રી રાજેશભાઈ પાઠક, શ્રીમતી હંસાકુંવરબા રાજ, ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, પ્રદેશ સહપ્રવક્તા ડો.ભરતભાઇ ડાંગર સહિત હોદ્દેદારો,આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.