Padal

Call Directions

Padal Capital of 12 Gaam Malek Samaj

હાર્દિક આભાર સંદેશ 🙏પડાલ ગામ મલેક સમાજ દ્વારા આયોજિત ૧૨ ગામ મલેક સમાજના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ અને સન્માન સમારંભ- ૨...
31/05/2026

હાર્દિક આભાર સંદેશ 🙏

પડાલ ગામ મલેક સમાજ દ્વારા આયોજિત ૧૨ ગામ મલેક સમાજના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ અને સન્માન સમારંભ- ૨૦૨૬ તારીખ ૩૦-૫-૨૦૨૬ શનિવારના રોજ પડાલ મુકામે યોજવામાં આવ્યો. જેમાં આપણા સમાજના દીકરા-દીકરીઓની સફળતાને ઉત્સવમાં પરિવર્તિત કરવા અને પ્રોત્સાહિત કરવા આપ સૌ ઉપસ્થિત રહ્યા. આપ સૌની ગરિમામય ઉપસ્થિતિને કારણે આ કાર્યક્રમ ખૂબ જ સફળ અને યાદગાર રહ્યો છે.

કાર્યક્રમમાં ખુશુસી મહેમાન તરીકે:
• જનાબ સૈયદ કલંદર બાદશાહ બાવા (પાલી)
• ⁠જનાબ સૈયદ રોહન બાવા કાદરી (અહમદાબાદ)
- જનાબ સૈયદ તનવીર અલી કાદરી બાવા (ભરૂચ)
- જનાબ મૌલાના રફીઉદ્દીન સાહેબ (પડાલ)
- જનાબ ઐયુબમિયાં મલેક સાહેબ (નિવૃત્ત પ્રોફેસર, વાડદ) હાજર રહ્યા.

આ સર્વે મહેમાનોના અમે દિલની ગહેરાઈઓ થી શુક્રગુઝાર છીએ, જેમણે અમારા આમંત્રણને સ્વીકારીને કાર્યક્રમમાં હાજર રહીને ચાર ચાંદ લગાવી દીધા.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવા પ્રેરણા સ્ત્રોત સમાન મુખ્ય અતિથિશ્રીઓની ગૌરવમય ઉપસ્થિતિ રહી, જેમાં

- જનાબ એમ. એ. સૈયદ સાહેબ, Retd. Dy. Collector (ગાંધીનગર)
- જનાબ ડૉ. બિલાલ શેઠ સાહેબ, Founder Manging Trustee- Scholars ગ્રુપ (હિમતનગર)
- જનાબ રિયાઝ કેશોદવાલા સાહેબ, Advocate and Journalist (કેશોદ) હાજર રહી ને શિક્ષણનું મહત્ત્વ સમજાવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમમાં ૧૦-૧૨ના વિદ્યાર્થીઓ સિવાય, નેશનલ કક્ષાએ નામના મેળવેલ રમતવીરો, સરકારી નોકરી પામેલા કર્મનિષ્ઠ ઉમેદવારો તથા PhD અને MBBS જેવી ઉચ્ચ પદવી પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી યુવાનોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું. આશરે ૩૭ જેટલા વિદ્યાર્થીઓ અને યુવાનોના સન્માનનો આ કાર્યક્રમ સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી અને આવનાર પેઢીને શિક્ષણ તરફ માર્ગદર્શિત કરવા પ્રોત્સાહન પૂરું પાડનાર અને પ્રેરણાદાયી સાબિત થશે.

“મલેક સમાજને તમારા પર ગર્વ છે!"

પડદાની પાછળ રહીને કામ કરનાર તમામ દાતાશ્રીઓ, Voluneers, યુવાનસાથીઓ તથા સમાજના આગેવાનોનો પણ દિલની ગહેરાઈઓ થી ખૂબ ખૂબ આભાર.

આ જ રીતે આપણો ૧૨ ગામ મલેક સમાજ હંમેશાં એકતા, શિક્ષણ અને પ્રગતિના પંથે આગળ વધતો રહે અને ભવિષ્યના દરેક કાર્યોમાં આપ સૌનો આવો જ સાથ-સહકાર મળતો રહે તેવી દુઆ અને અપેક્ષા.

જઝાકઅલ્લાહ ખૈર

પડાલ ગામ મલેક સમાજ (૧૨ ગામ મલેક સમાજ) 🤝

Address

Ta/Galteshwar
Thasra
388235

Telephone

9974304763

Website

Alerts

Be the first to know and let us send you an email when Padal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share