Indian Youth Congress-Vadodara

Directions

Indian Youth Congress-Vadodara Youth Congress vadodara

વડોદરામાં લોકશાહી અને મતાધિકારના રક્ષણ માટે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શનચૂંટણી પંચની સ્વાયત્તતા અને નિષ્પક્ષતા અંગે ઉઠતા સ...
12/10/2026

વડોદરામાં લોકશાહી અને મતાધિકારના રક્ષણ માટે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

ચૂંટણી પંચની સ્વાયત્તતા અને નિષ્પક્ષતા અંગે ઉઠતા સવાલો વચ્ચે વડોદરામાં કોંગ્રેસના કાર્યકરો એકત્રિત થયા.

જૂના ન્યાયમંદિર ખાતે શહીદ ભગતસિંહની પ્રતિમા પાસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો.

**“લોકશાહી બચાવો, મતાધિકાર બચાવો અને સંવિધાન બચાવો”**ના નારા સાથે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું.

વિરોધ પ્રદર્શનને પગલે સ્થળ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી હતી.

11/10/2026

હર્ષ સંઘવીજી, સીધો સવાલ છે!

વડોદરામાં હોમગાર્ડ જવાન કૃણાલ કડુનો બે યુવકોને લાફા મારતો હોવાનો વધુ એક વીડિયો સામે આવ્યો હોવાના અહેવાલો છે. જો આ વીડિયોમાં દેખાતું વર્તન સાચું હોય, તો સવાલ એ છે કે વર્દીનો રુઆબ બતાવીને કાયદો હાથમાં લેવાની છૂટ કોણે આપી?

નાના માણસ માટે તરત કાયદો લાગુ પડે, તો વર્દીધારી સામે કાર્યવાહીનો વારો આવે ત્યારે તંત્ર મૌન કેમ?

હર્ષ સંઘવીજી અને વડોદરા પોલીસ કમિશનર સાહેબ, જનતાને જવાબ જોઈએ — કાયદો બધા માટે સરખો છે કે નહીં?

વિડિયોની નિષ્પક્ષ તપાસ કરો અને દોષ સાબિત થાય તો કાયદા મુજબ કડક કાર્યવાહી કરો. વર્દી સન્માન માટે છે, દાદાગીરી માટે નહીં!

07/10/2026

🚨 હર્ષ સંઘવીજી, સવાલ સીધો છે… જવાબ ક્યારે આપશો?

વર્દી કાયદાની રક્ષા માટે છે કે વર્દીના નામે દાદાગીરી કરવા માટે?

વાડી પોલીસ ચોકીના હોમગાર્ડ કડુ દ્વારા વિજયનગરમાં જાહેર જનતા સાથે મારપીટના આક્ષેપો ગંભીર છે.

જો આક્ષેપ સાચા હોય તો કાર્યવાહી જનતા પર નહીં, વર્દીનો દુરુપયોગ કરનાર પર થવી જોઈએ.

કાયદો સૌ માટે સરખો છે કે વર્દી જોઈને કાયદો પણ સલામ કરે છે? 🔥

હવે જોવાનું એ છે—ન્યાય થશે કે ફરી સામાન્ય માણસ જ પીસાશે??

વડોદરા શહેર યુથ કોંગ્રેસના સાથી મિત્ર શહેર યુથ કૉંગેસ વૉર્ડ નં ૪ પ્રમુખ મેહુલભાઈ માને  ના જન્મદિવસ નિમિત્તે કેક કાપી જન્...
29/09/2026

વડોદરા શહેર યુથ કોંગ્રેસના સાથી મિત્ર શહેર યુથ કૉંગેસ વૉર્ડ નં ૪ પ્રમુખ મેહુલભાઈ માને ના જન્મદિવસ નિમિત્તે કેક કાપી જન્મદિવસ ઉજવ્યો...

Press cuting જ્યાં લોકશાહીના રક્ષણની વાત આવે, ત્યાં યુવાનો મૌન નહીં રહે! ગુજરાત યુવક કોંગ્રેસે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમ...
28/09/2026

Press cuting
જ્યાં લોકશાહીના રક્ષણની વાત આવે, ત્યાં યુવાનો મૌન નહીં રહે!

ગુજરાત યુવક કોંગ્રેસે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ નોંધાવ્યો. લોકશાહી મૂલ્યોની જાળવણી અને પારદર્શિતાની માંગ સાથે યુવા શક્તિનો વિરોધ….

વડોદરા શહેર યુથ કોંગ્રેસના સાથી મિત્ર શહેર યુથ કૉંગેસ મંત્રી  પ્રીત પટેલના જન્મદિવસ નિમિત્તે કેક કાપિ જન્મદિવસ ઉજવ્યો...
28/09/2026

વડોદરા શહેર યુથ કોંગ્રેસના સાથી મિત્ર શહેર યુથ કૉંગેસ મંત્રી પ્રીત પટેલના જન્મદિવસ નિમિત્તે કેક કાપિ જન્મદિવસ ઉજવ્યો...

26/09/2026
22/09/2026

વડોદરા વોર્ડ-16માં પ્રાથમિક સુવિધા ગટર, ડ્રેનેજ અને ચોખ્ખુ પાણીની સમસ્યા લઈને વૈષ્ણવ પાર્ક, સોમા તળાવ ચાર રસ્તા પાસે (વડોદરા) સહિત આસપાસની સોસાયટીના રહીશોએ પૂર્વ વિપક્ષી નેતા તથા કોંગ્રેસ ના સિનિયર કોર્પોરેટર શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ ભાઈ) તથા કોર્પોરેટર શ્રીમતી અલકાબેન પટેલ ની આગેવાની માં હાથમાં પ્લે કાર્ડ લઈને રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો.

છેલ્લા કેટલાય મહિનાથી ગંદકી અને અપુરતા પ્રેશરથી ગંદુ પાણી આવવાની ફરિયાદ વારંવાર વડોદરા મહાનગર સેવા સદન ને રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા નાગરિકોમાં સખત આક્રોશ વ્યાપ્યો છે ત્યારે કહેવાતી સ્માર્ટ સિટીમાં શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ ક્યારે મળશે તેનો નાગરિકોએ તંત્ર પાસે જવાબ માંગ્યો છે.

28/08/2026

25 તારીખે યુથ કોંગ્રેસ દ્વારા જે યાદી જાહેર કરવામાં આવેલ હતી https://www.facebook.com/share/p/19CnfWveow/ એમાં થી પ્રથમ કારેલીબાગ મા આજે મિડોયા દ્વારા દારૂ વેચાય છે એનો વિડિઓ જાહેર કરવામાં આવેલ છે... એનો મતલબ સ્પષ્ટ છે કે યુથ કોંગ્રેસ ની વાત સત્ય હતી...

દારૂબંધી માત્ર કાગળ પર નહીં, વડોદરાની ગલીઓમાં પણ દેખાવી જોઈએ!ગેરકાયદેસર દારૂના અડ્ડા બંધ કરો — જનતાનો અવાજ સાંભળો! ✊
25/08/2026

દારૂબંધી માત્ર કાગળ પર નહીં, વડોદરાની ગલીઓમાં પણ દેખાવી જોઈએ!
ગેરકાયદેસર દારૂના અડ્ડા બંધ કરો — જનતાનો અવાજ સાંભળો! ✊

Address

Vadodara
390001

Website

Alerts

Be the first to know and let us send you an email when Indian Youth Congress-Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share