23/10/2026
નવ રાત્રિ • નવ સંકલ્પ • એક લક્ષ્ય — સુરક્ષિત ગૂજરાત
નવરાત્રી એટલે રંગો, રોશની, સંગીત અને ગરબાના તાલ સાથે ઉજવાતો ઉત્સવ.
હજારો લોકો જ્યારે નિર્ભય બનીને ગરબે રમે છે, પોતાના પરિવાર સાથે ખુશીઓ માણે છે — ત્યારે આ ખુશીઓ પાછળ ગુજરાત પોલીસની સતત જાગતી નજર હોય છે.
કોઈ ટ્રાફિક સંભાળી રહ્યું હોય છે,
કોઈ સુરક્ષા વ્યવસ્થામાં ખડેપગે હોય છે,
કોઈ ભીડ વચ્ચે પેટ્રોલિંગ કરી રહ્યું હોય છે,
તો કોઈ મહિલાઓ અને પરિવારજનોની સુરક્ષા માટે સતત સતર્ક રહે છે.
જ્યારે શહેર ઉજવે છે,
ત્યારે પોલીસ ફરજ પર હોય છે.
દિવસ હોય કે રાત —
નવરાત્રીના દરેક નવ દિવસ, સુરક્ષા માટે સમર્પિત.
અને જ્યારે નાગરિકો કહે છે —
“પોલીસ છે, એટલે અમે નિર્ભય બનીને ગરબા રમી શકીએ છીએ.”
ત્યારે આ ફરજ વધુ અર્થપૂર્ણ બની જાય છે.
ગુજરાત પોલીસ — તમારી ખુશીઓની પાછળ, તમારી સુરક્ષા માટે હંમેશા ખડેપગે.