04/09/2026
તાપી જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની સામાન્ય સભા અને કારોબારી સભાની બેઠક યોજાઈ
—
કલેકટરશ્રી દેવ ચૌધરીએ પ્રાણી ક્રૂરતા નિવારણ અને પ્રાણી કલ્યાણની કામગીરીને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું
—
માહિતી બ્યુરો, તાપી તા. ૦૪ :- તાપી જિલ્લા કલેકટરશ્રી દેવ ચૌધરીની અધ્યક્ષતામાં ગુરુવારે કલેકટર કચેરીના સભાખંડ ખાતે તાપી જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની સામાન્ય સભા તથા કારોબારી સભાની બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની વિવિધ કામગીરી, પ્રાણી કલ્યાણ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ માટે હાથ ધરવામાં આવનાર કામગીરી અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પ્રાણીઓની સુરક્ષા અને કલ્યાણ માટે સોસાયટીની કામગીરીને વધુ અસરકારક બનાવવા સભ્યો દ્વારા વિવિધ સૂચનો પણ રજૂ કરવામાં આવ્યા હતા.
આ તકે કલેકટરશ્રી દેવ ચૌધરીએ પ્રાણી ક્રૂરતા નિવારણ અને પ્રાણી કલ્યાણની કામગીરીને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગલિયા, નાયબ પશુપાલન નિયામકશ્રી તથા સભ્ય સચિવશ્રી SPCA-તાપી ડૉ. રાધાબેન પઢેર સહિત પશુપાલન વિભાગના અધિકારીઓ, સોસાયટીના હોદ્દેદારો તથા સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
DM Tapi Gujarat Information CMO Gujarat