17/10/2026
*📍 માન.મેનેજીંગ ડિરેક્ટરશ્રી પ્રશસ્તિ મેડમ પરીક અમરેલી જિલ્લા મુલાકાતે*
આજ રોજ તા. 17/10/2026 અમરેલી જિલ્લા ખાતે માન. મેનેજિંગ ડાયરેક્ટરશ્રી દ્વારા અમરેલી જિલ્લાની મુલાકાત લીધી. જેમાં NRLM સ્ટાફ રિવ્યૂ મિટિંગ લીધી ત્યારબાદ લીલીયા તાલુકાના આંબા ગામે સ્વ સહાય જૂથો ની બહેનો સાથે સીધો સંવાદ અને તેમની આજીવિકા પ્રવૃત્તિની સમીક્ષા, સ્વછતા સંકલ્પ નો કાર્યકમ તથા વૃક્ષા રોપણ, ગ્રામ-હાટની મુલાકાત લીધી વિવિધ સ્વ સહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુ ઓ નિહાળ્યા, સ્વ સહાય જૂથોના બહેનોને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું તથા લાઠી તાલુકાના જરખીયા ગામે પ્રાકૃતિક ખેતી ની SHG બહેનોની મુલાકાત લેવામાં આવી. જેમાં માન. એમ.ડી. મેડમ શ્રી એ બહેનો ની જરૂરિયાત વિષે માર્ગદર્શન આપવામાં આવેલ.જેમાં માન. જીલ્લા વિકાસ અધિકારીશ્રી કે.જે. જાડેજા સાહેબશ્રી, ડી.એલ.એમ. શ્રી છાયાબેન ટાંક તથા જિલ્લા અને તાલુકા સ્ટાફ હાજર રહી ને સહભાગી થયા હતા.