Bharuch Intuc

Directions

Bharuch Intuc �Indian National Trade Union Congress

25/09/2026

કામદારોની રોજગારીનો પ્રશ્ન ઉકેલાયો, ચર્ચા બાદ સુખદ પરિણામ!
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અરગામા ગામ નજીક આવેલી ગડડા કેમિકલ કંપનીમાં કોન્ટ્રાક્ટ બદલાવાની પ્રક્રિયા દરમિયાન કેટલાક કામદારોને કામમાંથી છૂટા કરવામાં આવ્યા હતા. જેના કારણે કામદારો અને તેમના પરિવારજનોની રોજગારી તથા જીવનનિર્વાહને લઈને ચિંતા ઊભી થઈ હતી.
આ સમગ્ર બાબતની જાણકારી મળતાં ભરૂચ જિલ્લા INTUC પ્રમુખ શ્રી સકીલભાઈ રાજ અને ભરૂચ જિલ્લા INTUC સોશિયલ મીડિયા પ્રમુખ શ્રી રઘુવીરસિંહ ચૌહાણ દ્વારા કામદારોના પ્રશ્નને ગંભીરતાથી લેવામાં આવ્યો.
બંને આગેવાનો ગડડા કેમિકલ કંપની ખાતે જઈને મેનેજમેન્ટ સાથે રૂબરૂ મુલાકાત કરી અને કામદારોની રોજગારી સંબંધિત સમસ્યા અંગે વિસ્તૃત ચર્ચા કરી. ચર્ચા દરમિયાન કામદારોના હિતો તથા તેમની રોજગારી જળવાઈ રહે તે અંગે રજૂઆત કરવામાં આવી.
આ ચર્ચાના પરિણામે સુખદ સમાધાન આવ્યું છે અને સંબંધિત કામદારોને ફરીથી કોન્ટ્રાક્ટ હેઠળ કામ પર પરત લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેથી તેઓ પોતાની રોજગારી ચાલુ રાખી શકે અને પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે.
આ સમગ્ર મામલે સમય ફાળવીને કામદારોની સમસ્યા સાંભળવા તથા સકારાત્મક પ્રતિસાદ આપવા બદલ ગડડા કેમિકલ કંપનીના મેનેજમેન્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
કામદારોના પ્રશ્નોને સમજવા, યોગ્ય મંચ પર રજૂ કરવા અને સંવાદ દ્વારા ઉકેલ લાવવાના પ્રયાસ બદલ તમામ સંબંધિત કામદારોનો પણ આભાર.
✊ INTUCનો સંકલ્પ
કામદારોના હક, રોજગારી અને સન્માન માટે INTUC હંમેશાં સંવાદ, સહકાર અને સંગઠિત પ્રયાસો દ્વારા કામ કરતું રહેશે.
-સમસ્ત ભરૂચ જિલ્લા INTUC

વાગરા ખાતે ભરૂચ જિલ્લા INTUCની સંગઠનાત્મક બેઠક યોજાઈનવ નિયુક્ત હોદ્દેદારો અને તાલુકા પ્રમુખોને નિમણૂક પત્રો એનાયત કરાયાવ...
20/09/2026

વાગરા ખાતે ભરૂચ જિલ્લા INTUCની સંગઠનાત્મક બેઠક યોજાઈ

નવ નિયુક્ત હોદ્દેદારો અને તાલુકા પ્રમુખોને નિમણૂક પત્રો એનાયત કરાયા

વાગરા: ભરૂચ જિલ્લા ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (INTUC)ની સંગઠનાત્મક બેઠક વાગરા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર હોલમાં યોજાઈ હતી. આ બેઠકમાં ભરૂચ જિલ્લા INTUCના સંગઠનને વધુ મજબૂત બનાવવા, સંગઠનાત્મક કામગીરીને વેગ આપવા તેમજ શ્રમિકોના હિત અને અધિકારો માટેની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ સંગઠનાત્મક બેઠકમાં INTUC પ્રદેશ પ્રમુખ શ્રી નૈષધભાઈ દેસાઈ સાહેબ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ રણા, વાગરા તાલુકાના અગ્રણી શ્રી સુલેમાનભાઈ પટેલ, વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત ભરૂચ જિલ્લા INTUCના નવ નિયુક્ત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના INTUCના નવ નિયુક્ત પ્રમુખશ્રીઓ તેમજ ભરૂચ જિલ્લા અને વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ, બહેનો અને મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન ભરૂચ જિલ્લા INTUCના નવ નિયુક્ત હોદ્દેદારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના INTUC પ્રમુખશ્રીઓને પણ નિમણૂક પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા.

આ બેઠકના માધ્યમથી ભરૂચ જિલ્લા INTUCના સંગઠનને વધુ સુદૃઢ બનાવવા, તાલુકા કક્ષાએ સંગઠનાત્મક પ્રવૃત્તિઓને મજબૂત બનાવવા અને શ્રમિકોના પ્રશ્નો તથા હક્ક-અધિકારો માટે સંગઠિત રીતે કામગીરી કરવા માટેના સંકલ્પ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.

ભરૂચ જિલ્લા INTUC દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવી શ્રમિકોના હિતમાં સક્રિય કામગીરી કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા INTUC પરિવારના નવ નિયુક્ત હોદ્દેદારોને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. 💐શ્રમિકોના હક, અધિકાર અને ન્યાય માટે સ...
19/09/2026

ભરૂચ જિલ્લા INTUC પરિવારના નવ નિયુક્ત હોદ્દેદારોને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. 💐

શ્રમિકોના હક, અધિકાર અને ન્યાય માટે સંગઠિત થઈને મજબૂત અવાજ ઉઠાવીએ અને INTUC સંગઠનને વધુ મજબૂત બનાવીએ.

✊ શ્રમિક એકતા – સંગઠનની શક્તિ ✊
🇮🇳 INTUC | ભરૂચ જિલ્લા

Address

Pruthvi Bajar, Station Road, Bharuch
Bharuch
392001

Website

Alerts

Be the first to know and let us send you an email when Bharuch Intuc posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share