17/09/2026
*🪔 સેવા, સંકલ્પ અને રાષ્ટ્રનિર્માણને સમર્પિત નેતૃત્વને વંદન 🪔*
*આજ રોજ મહુવા શહેરના પવિત્ર સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે આશીર્વાદનો દીપ પ્રજ્વલિત કરી તેમને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી. 💐*
*આ પ્રસંગે મહુવા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ સાહેબ, વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ તેમજ શહેર અને તાલુકા ભાજપના આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.*
*વડાપ્રધાનશ્રીના સેવા, સુશાસન અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે સૌએ તેમને દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સતત રાષ્ટ્રસેવાની શક્તિ માટે શુભેચ્છાઓ પાઠવી.*
*“જનસેવા એ જ રાષ્ટ્રસેવા”*
*નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.*