Gujarat Road Safety Authority

Directions Website Contact the organization

Gujarat Road Safety Authority Official Page of Gujarat Road Safety Authority, Gujarat State.

06/11/2026

દિવાળીએ ઘરે પહોંચવાની ખુશી કરતાં સલામતી વધુ મહત્વની છે; આવી જોખમી સવારીથી બચો અને સુરક્ષિત રીતે પરિવાર પાસે પહોંચો.

ઘરે તમારો પરિવાર તમારી રાહ જોઈ રહ્યો છે.

સોનું કે નવી ગાડી નહીં, પણ આપણો પરિવાર જ આપણી સાચી સંપત્તિ છે.તહેવારોનો સાચો આનંદ ત્યારે જ છે જ્યારે આપણે સુરક્ષિત રીતે ...
06/11/2026

સોનું કે નવી ગાડી નહીં, પણ આપણો પરિવાર જ આપણી સાચી સંપત્તિ છે.

તહેવારોનો સાચો આનંદ ત્યારે જ છે જ્યારે આપણે સુરક્ષિત રીતે ઘેર પહોંચીએ. આ ધનતેરસ અને દિવાળી પર સલામતીની ખરી કિંમત સમજો, કાર ચલાવતી વખતે સીટબેલ્ટ અવશ્ય બાંધો.

કારણ કે... સલામતી એ જ સાચી લક્ષ્મી છે! ✨🚗

ધન અને સમૃદ્ધિની સાથે સુરક્ષિત જીવન જ આપણી સાચી મૂડી છે. આ ધનતેરસે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો સંકલ્પ કરીએ અને દરેક સ...
06/11/2026

ધન અને સમૃદ્ધિની સાથે સુરક્ષિત જીવન જ આપણી સાચી મૂડી છે. આ ધનતેરસે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો સંકલ્પ કરીએ અને દરેક સફર સલામત બનાવીએ. સૌને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ! ✨

⁠

05/11/2026

વતન પહોંચવાની ખુશી કરતાં પરિવારની સલામતી સૌથી મોટી છે. થોડીક ઉતાવળમાં જિંદગીને જોખમમાં ન મૂકો, કારણ કે ઘરે કોઈ તમારી આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. 🙏

દિવાળી પરિવાર સાથે ઉજવવી છે કે હોસ્પિટલમાં? તમારો જીવ કોઈકના માટે આખી દુનિયા છે. ઓવરલોડ અને જોખમી મુસાફરી ટાળો, સલામત સફ...
05/11/2026

દિવાળી પરિવાર સાથે ઉજવવી છે કે હોસ્પિટલમાં? તમારો જીવ કોઈકના માટે આખી દુનિયા છે.

ઓવરલોડ અને જોખમી મુસાફરી ટાળો, સલામત સફર પસંદ કરો અને સુરક્ષિત રીતે ઘરે પહોંચો. 🪔🚌✨

તહેવારોની ખરીદીમાં પાંચ મિનિટની ઉતાવળ કે ખોટો શોર્ટકોટ કોઈના તહેવારનો રંગ ન બગાડે તેનું ધ્યાન રાખીએ. બજારમાં ખરીદી કરતી ...
04/11/2026

તહેવારોની ખરીદીમાં પાંચ મિનિટની ઉતાવળ કે ખોટો શોર્ટકોટ કોઈના તહેવારનો રંગ ન બગાડે તેનું ધ્યાન રાખીએ. બજારમાં ખરીદી કરતી વખતે રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને અસ્તવ્યસ્ત પાર્કિંગ ટાળો. સાચી દિશામાં ચાલીને ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ અને આપણી તેમજ અન્યની દિવાળી સુરક્ષિત બનાવીએ.

ઘેર સુરક્ષિત પહોંચશો તો જ તહેવાર ઉજવાશે! 🪔✨

ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી (DAU) દ્વારા આયોજિત ‘YouthRun’26’ મેરેથોનમાં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી (GRSA) એ ‘Road Safety ...
04/11/2026

ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી (DAU) દ્વારા આયોજિત ‘YouthRun’26’ મેરેથોનમાં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી (GRSA) એ ‘Road Safety Partner’ તરીકે જોડાઈને યુવાનોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવી.

નિયમોનું પાલન કરીએ, હેલ્મેટ અને સીટ-બેલ્ટનો ઉપયોગ કરીએ અને આપણા માર્ગોને સુરક્ષિત બનાવીએ!

Gandhinagar SafeGujarat

03/11/2026

તમારા ગયા પછી માત્ર ઘર ખાલી નથી થતું, ખુશીઓ કાયમ માટે લૂંટાઈ જાય છે...

સ્પીડોમીટરનો કાંટો વધારતા પહેલાં એ બહેનનો ચહેરો યાદ કરી લેજો જે દર રક્ષાબંધને તમારા કાંડાની રાહ જોશે. 🕊️💔

સ્વજનો માટે ગતિ પર કાબૂ રાખો.

ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે “Rah-Veer, Hit & Run, PM Rahat Scheme, iRAD/eDAR તેમજ One Nation One Challan (ONOC)” પ્રોજ...
03/11/2026

ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે “Rah-Veer, Hit & Run, PM Rahat Scheme, iRAD/eDAR તેમજ One Nation One Challan (ONOC)” પ્રોજેક્ટના અસરકારક અમલીકરણ અર્થે સમીક્ષા બેઠક યોજવામાં આવી. રાજ્યમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને અકસ્માત પીડિતોને તાત્કાલિક સહાય પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે નોડલ અધિકારીશ્રીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા કરવામાં આવી.

સતર્કતા જાગૃતિ સપ્તાહ - ૨૦૨૬” અંતર્ગત ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી કચેરી ખાતે અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા ‘ફરજ પ્રત્યે નિ...
03/11/2026

સતર્કતા જાગૃતિ સપ્તાહ - ૨૦૨૬” અંતર્ગત ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી કચેરી ખાતે અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા ‘ફરજ પ્રત્યે નિષ્ઠા’ના શપથ લેવામાં આવ્યા.

પ્રામાણિકતા, પારદર્શિતા અને સતર્કતા સાથે સુરક્ષિત માર્ગ સંસ્કૃતિના નિર્માણ માટે અમે સૌ પ્રતિબદ્ધ છીએ.

Address

Gandhinagar

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Road Safety Authority posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gujarat Road Safety Authority:

Shortcuts

Share

Nearby government services